2011 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના આ ગુજરાતી ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, સચિન પણ થયો હતો પ્રભાવિત, જાણો વિગત
કરિયર દરમિયાન મુનાફ પટેલ વડોદરા, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે રમ્યો. આઈપીએલમાં તેણે રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, “જે ક્રિકેટરો સાથે હું રમ્યો તે પણ નિવૃત્ત થઈ ચુક્યા છે તેથી મને કોઈ રંજ નથી. માત્ર ધોની જ રમી રહ્યો છે. બાકી બધા સક્રિય ક્રિકેટમાં નથી તેથી મને કોઈ ગમ નથી. તમામનો સમય ખતમ થઈ ચુક્યો છે. જ્યારે મારા સાથી ક્રિકેટરો રમી રહ્યા હોત અને હું નિવૃત્ત થઈ ચુક્યો હોત તો દુઃખ થાત. નિવૃત્તિનું કોઈ કારણ નથી. ઉંમર થઈ ચુકી છે, ફિટનેસ પહેલા જેવી નથી રહી. યુવા ખેલાડીઓ તેમના મોકાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં મારું રમવું ઠીક ન કહેવાય. હું 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય છું અને તેનાથી મોટી ઉપલબ્ધિ કોઈ ન હોઈ શકે.”
મુનાફને 2011 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે ટાઈ મેચની અંતિમ ઓવર માટે યાદ કરવામાં આવે છે. એન્ડ્રૂ સ્ટ્રોસના નેતૃત્વવાળી ઈંગ્લેન્ડની ટીમને મેચ જીતવા અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ત્રણ બોલમાં 9 રન બનાવી લીધા હતા અને મેચ જીતી જશે તેમ લાગતું હતું. અંતિમ બોલમાં ઈંગ્લેન્ડને જીત માટે 2 રનની જરૂર હતી ત્યારે મુનાફે માત્ર એક રન આપીને મેચ ટાઇ કરાવી હતી.
જેના એક હમિના બાદ મુનાફ પટેલે વન ડેમાં ડેબ્યૂ કર્યુ. મુનાફની કરિયર ઈજાથી ભરેલી રહી. જેના કારમે તે માત્ર 13 ટેસ્ટ અને 70 વન ડે જ રમી શક્યો. તેણે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2011માં રમી હતી. ટેસ્ટમાં તેણે 35 વિકેટ લીધી હતી. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 25 રનમાં 4 વિકેટ હતો. જ્યારે વન ડેમાં 4.95ની સરેરાશથી 67 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત 3 T20માં તેણે 4 વિકેટ લીધી હતી. મુનાફે 2011ના વર્લ્ડ કપમાં 11 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે સેમી ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 3 વિકેટ લીધી હતી.
મુનાફે ઘરેલુ ક્રિકેટરમાં શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લીધી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ તેણે બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. મુનાફે ભારત-A ટીમમં 2003માં રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. જે બાદ 2006માં દક્ષિણ આફ્રિકા સામે ડરબનમાં તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ 2011ના વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો છે. તે આગામી ટી10 લીગમાં ભાગ લેશે. જેમાં તે રાજપૂત્સનું પ્રતિનિધિત્વ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -