મુંબઈઃ 2011 વર્લ્ડકપના હીરો રહેલ યુવરાજ સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ દરમિયાન પોતાના ભાષણમાં યુવરાજ સિંહે કહ્યું કે, મેં જીવનમાં ક્યારેય હાર નથી માની. યુવરાજે આજે બપોરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવરાજે પોતાનો અંતિમ મેચ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 30 જૂન 2017માં રમ્યા હતા.



જણાવીએ કે, યુવરાજ સિંહે ભારત માટે અત્યાર સુધી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની સરરેકાશથ યુવરાજે 1900 રન બનાવ્યા છે. જ્યારે વનડે ફોર્મેટમાં યુવરાજના નામે 8701 રન નોંધાયેલ છે. ટી20 ક્રિકેટમાં યુવરાજ સિંહે 1177 રન બનાવ્યા છે.


યુવરાજ સિંહે 20-20 વર્લ્ડકપ 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેની સાથે જ 20-20માં 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.