✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિન સાથે ઉભેલા આ ક્રિકેટરે ગુરૂવારે ઉજવ્યો બર્થ ડે, જાણો કેમ લોકો તેને પ્રેમથી કરે છે યાદ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2018 10:49 AM (IST)
સચિન સાથે ઉભેલા આ ક્રિકેટરે ગુરૂવારે ઉજવ્યો બર્થ ડે, જાણો કેમ લોકો તેને પ્રેમથી કરે છે યાદ ?
1

2

યુવરાજસિંહને ક્રિકેટ બાળપણમાં જ મળ્યું હતું. યુવરાજસિંહના પિતા યોગરાજ સિંહ ક્રિકેટર હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમનો દીકરો પણ દેશ માટે ક્રિકેટ રમે. યોગરાજસિંહ ભારત માટે એક ટેસ્ટ અને 6 વન-ડે મેચ રમ્યા છે. યુવરાજ સિંહ રોલર સ્કેટિંગ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. યુવરાજસિંહ પોતાનો પ્રથમ વર્લ્ડકપ અંડર 16માં રમ્યો હતો. આ ટુનામેન્ટમાં તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

3

4

5

6

ત્યારબાદ વર્ષ 2000માં કોલંબોમાં રમાયેલા અંડર 19 વર્લ્ડકપમાં પણ યુવરાજ સિંહે શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. આ ટુનામેન્ટમાં યુવરાજસિંહે 200થી વધુ રન ફટકાર્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.

7

વર્ષ 2007ના ટી-20 વર્લ્ડકપ અને 2011ના વન-ડે વર્લ્ડકપ જીતવામાં યુવરાજસિંહે મહત્વની ભૂમિકા નિભાવી હતી. 2011ના વર્લ્ડકપમાં તેને સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો હતો. 2007ના વર્લ્ડકપમાં તેણે એક જ ઓવરમાં છ બોલમાં છ સિક્સ ફટકારી હતી જેને ભાગ્યે જ કોઇ ક્રિકેટ પ્રેમી ભૂલી શકે છે.

8

મુંબઇઃ પોતાના વિસ્ફોટક બેટિંગને કારણે ક્રિકેટપ્રેમીઓના દિલ જીતનારા ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ગુરુવાર એટલે કે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 37મો જન્મ દિવસ ઉજવ્યો હતો. યુવરાજસિંહ ભલે હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર હોય પરંતુ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે દેશના ક્રિકેટપ્રેમીઓના દિલો પર રાજ કર્યું . તેની છબિ એક આક્રમક બેટ્સમેન તરીકેની છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિન સાથે ઉભેલા આ ક્રિકેટરે ગુરૂવારે ઉજવ્યો બર્થ ડે, જાણો કેમ લોકો તેને પ્રેમથી કરે છે યાદ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.