✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેંગ્લુરુમાં 20 ફેબ્રુઆરીથી શરૂ થશે IPLનું ઓક્શન, જાણો કયા ખેલાડીની શું છે બેઝ પ્રાઈઝ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Feb 2017 10:49 AM (IST)
 બેંગ્લુરુમાં 20 ફેબ્રુઆરીથી શરૂ થશે IPLનું ઓક્શન, જાણો કયા ખેલાડીની શું છે બેઝ પ્રાઈઝ
1

પહેલા યાદીની હરાજીમાં સ્થાન મેળવેલા ભારતીય ખેલાડીઓમાં ઈશાંત શર્માની સૌથી વધુ બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તે આ યાદીમાં એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેની સૌથી વધુ બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયાથી વધુ છે. ઈંગ્લેંડના સ્ટાર ઑલરાઉંડર બેન સ્ટૉક્સ, ઈયોન મોર્ગન, ક્રિસ વોક્સ, ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જોનસન, પેટ કમિંસ અને શ્રીલંકાના કેપ્ટન એંજલો મેથ્યૂસને સૌથી વધુ બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ભારતીય ટેસ્ટ ટીમના પ્રમુખ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પોતાની સૌથી વધુ બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા રાખી છે. જો કે પુજારાએ 2014 પછી આઈપીએલની સીઝનમાં રમ્યો છે અને તેની પહેલી કોશિશ આઈપીએલમાં ગમે તેમ કરીને સ્થાન મેળવવાનું રહેશે. આઈપીએલની 10મી સીઝન આગામી 5 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને બીસીસીઆઈએ તેની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી છે.

2

બેંગ્લુરુ: આગામી 20 ફેબ્રુઆરીએ ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ), 2017માં 10મી સીઝન માટે બેંગ્લુરુમાં ખેલાડીઓની હરાજી થનાર છે. આ હરાજીમાં કુલ 351 ખેલાડીઓની બોલી બોલવવામાં આવશે. જેમાં 122 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

3

આ વર્ષે આઈપીએસની 10મી સીઝન રમવાની છે અને આ સીઝનમાં વિભિન્ન ટીમો માટે રમનાર સૌથી વધુ ખેલાડીઓ વર્ષ 2018માં થનાર આઈપીએલની 11મી સીઝનની હરાજી માટે ઉપલબ્ધ રહેશે. વર્ષ 2018માં થનાર આઈપીએલની 11મી સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ અને રાજસ્થાન રૉયલ્સની ટીમોની વાપસી થઈ શકે છે. જો કે 351 ખેલાડીઓની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે અને બહુ જલ્દીથી અંતિમ યાદી પણ જાહેર કરવામાં આવશે. 122 વિદેશી ખેલાડીઓમાં એસોસિએટ્સ દેશોના જે 6 ખેલાડીઓનો સમાવેશ થાય છે તેમાં અફગાનિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર સ્તૈનિકજઈ, મોહમ્મદ નબી, દાવલત જાદરાન, મોહમ્મદ શહજાદ, રાશિદ ખાન અને યૂએઈ ક્રિકેટ ટીમના બેટ્સમેન ચિરાગ સૂરીનો સમાવેશ થાય છે. આ તમામ 6 ખેલાડીઓની સૌથી વધુ બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

4

આ હરાજી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલી પહેલી યાદીમાં કુલ 639 અનકૈપ્ડ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ આઈપીએલની આઠ ટીમો દ્વારા પસંદગીના ખેલાડીઓને યાદી સોંપ્યા પછી અનકૈપ્ડ ખેલાડીઓની સંખ્યામાં ભારે ઘટાડો કરતા તેને 229 ખેલાડીઓ સુધી સીમિત કરવામાં આવ્યા હતા. જો કે આઈપીએલના રિટેંશન નિયમોને અંતિમ રૂપ આપવાનું હજી બાકી છે.

5

ઉલ્લેખનીય છે કે આઈપીએલની હરાજીમાં પહેલા 799 ખેલાડીઓની બોલી બોલાતી હતી. જેને હવે ઘટાડીને 351 ખેલાડીઓ સુધી સીમિત કરી દીધી છે. આ હરાજીમં જે 122 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમાંથી 6 ખેલાડીઓ એસોસિએટ્સ દેશોના છે. તેમાં અફગાનિસ્તાનના 5 અને યૂએઈનો એક ખેલાડીનો સમાવશે થાય છે. આ લિસ્ટમાં ભારતના 23 ક્રિકેટ ખેલાડીઓનો સમાવેશ થાય છે. પહેલી યાદીમાં 24 ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ છેલ્લી અને અંતિમ યાદીમાં ભારત માટે ચાર વનડે ઈંટરનેશનલ મેચ રમનાર ઝડપી બોલર સુદીપ ત્યાગીને સ્થાન આપવામાં આવ્યું નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બેંગ્લુરુમાં 20 ફેબ્રુઆરીથી શરૂ થશે IPLનું ઓક્શન, જાણો કયા ખેલાડીની શું છે બેઝ પ્રાઈઝ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.