ISISએ FIFA વર્લ્ડ કપને લઈને આપી ધમકી, ફૂટબોલર મેસ્સીનું પોસ્ટર જાહેર કર્યું
ઉલ્લેખનિય છે કે આ તસવીરને વફા મીડિયા ફાઉંડેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે વફા મીડિયા ફાઉંડેશનને ઈસ્લામિક સ્ટેટનું મુખપત્ર પણ કહેવામાં આવે છે. આ પોસ્ટર જાહેર થતા ફૂટબોલ જગતમાં સનસની મચી ગઈ છે. ફૂટબોલના ચાહકો પણ ડરી ગયા છે. ત્યાં બીજા એક પોસ્ટરમાં ‘જસ્ટ ટેરરિઝમ’ શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના સિવાય અન્ય એક તસવીરમાં લખ્યું છે કે રશિયામાં અલ્લાહના દુશ્મન છે. આગળ લખ્યું કે, ‘હું કસમ ખાઉ છું કે મુજાહિદીનની આગ તેને સળગાવી દેશે. બસ રાહ જુઓ’. આ મામલે રશિયાએ કહ્યુ કે ટૂર્નામેન્ટ બિલકુલ આતંકવાદથી મુક્ત રહેશે. ત્યાં આ મામલે રશિયાના નેશનલ એન્ટી ટેરરિઝમ સમિતિએ જણાવ્યું કે 2018માં થનારી ટૂર્નામેન્ટની તૈયારી ચાલી રહી છે. સાથે તેમણે સુરક્ષિત પર્યાવરણની વાત પણ કરી છે.
અગાઉ પણ ગત સપ્તાહમાં એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એક શખ્સને મશીનગન લઈને ઊભો હોય તે રીતે બતાવવામાં આવ્યો હતો. જેની સાથે પોસ્ટરમાં વર્લ્ડ કપ સાઈન સાથે અરબીમાં કંઈક લખ્યું છે. જેનો મતલબ ‘અમારી રાહ જુઓ’ એવો થાય છે.
નવી દિલ્લી: 2018 ફિફા વિશ્વ કપનું આયોજન રશિયામા થનારું છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આતંકી સંગઠન ISISએ એક પોસ્ટર જાહેર કર્યું છે, જેમાં ફુટબોલના જાદુગર ગણાતા લિયોનેલ મેસીની આંખમાંથી લોહીના આંસુ વહી રહ્યા છે. પોસ્ટરમાં મેસીને એક મેસેજ સાથે જેલમાં બતાવવામાં આવ્યો છે. સાથે પોસ્ટરમાં લખ્યું છે કે, તું એક એવા રાજ્ય સાથે લડી રહ્યો છે જેના શબ્દકોશમાં અસફળ શબ્દજ નથી.
જણાવી દઈએ કે આગામી વર્ષે ફિફા વિશ્વ કપ રશિયાના 11 શહેરોમાં રમાશે. 14 જૂન 2018થી 15 જુલાઈ 2018 સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. રશિયા આ ટૂર્નામેન્ટનું પ્રથમ વખત મેજબાની કરી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -