Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
GSTનાં વિરોઘમાં અમદાવદામાં 2જી નવેમ્બરે યોજાશે મહારેલી
ધારાસભ્યો, સાંસદો અને વિરોધપક્ષના આગેવાનોને પણ આવેદનપત્રો આપવામાં આવશે. ૨ નવેમ્બરે ટેક્સ પ્રેક્ટિશનરો અને વેપારીઓ અમદાવાદમાં મહારેલીનું આયોજન કરશે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે. ૬ નવેમ્બરે વિવિધ એસજીએસટી અને સીજીએસટી કચેરીઓ ખાતે ધરણા કરવામાં આવશે અને ૭ નવેમ્બરે પૂતળાદહનનો કાર્યક્રમ કરાશે એમ તેમણે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાર એસોસિયેશનની લડતને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) સહિતના વેપારી સંગઠનો અને ઇન્કમટેક્સ બાર એસોસિયેશનનો પણ ટેકો હોવાનું તેમણે જણાવ્યું હતું. ૨૭ ઓગસ્ટે ટેક્સ પ્રેક્ટિશનરો અને વેપારીઓ દરેક જિલ્લામાં જીએસટી હેલ્પડેસ્ક ખાતે હાજર અધિકારીઓ પાસે રિટર્ન ભરાવવા જશે અને તેની વિડિયોગ્રાફી પણ કરશે.
મંગળવારે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના રાજયભરના પ્રતિનિધિઓની બેઠક મળી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સરકારે રજૂઆતોને ધ્યાનમાં લીધી નથી. તેથી આંદોલનનો વિકલ્પ જ બાકી રહ્યો છે. ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોના પ્રમુખ વારિસ ઇસાનીએ જણાવ્યું હતું કે, ‘જીએસટીને અમે આવકાર્યો છે અને સરકારની રેવન્યુ પર પણ કોઈ અસર ના પડે તે અમે ઇચ્છીએ છીએ પરંતુ જીએસટીની સિસ્ટમથી તમામ પરેશાન છે.'
અમદાવાદ: આગામી 2 નવેમ્બરના રોજ ટેક્સ પ્રેક્ટિશનરો અન વેપારીઓ જીએસટીના વિરોધમાં મહારેલીનું આયોજન કરવાના છે. ટેક્સ પ્રેક્ટિશનરો જીએસટી સિસ્ટમથી ત્રસ્ત છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે ગાંધી-ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -