‘ગેઇલે મને જોઇ ટોવેલ ફેંકીને નગ્ન થઈ ગયો ને ગુપ્તાંગ બતાવી સેક્સ માણવા ઈશારો કર્યો’, જાણો કોણે કર્યો આક્ષેપ?
ગેઇલે આરોપોનો ફગાવી દીધા હતા અને ઓસ્ટ્રેલિયન મીડિયા પર માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સિડની મોનિંગ હેરાલ્ડના અહેવાલ અનુસાર, ગેઇલના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, ગેઇલ પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તેની છબિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ગેઇલના વકીલ બ્રૂસ મેકક્લિટોકે કહ્યું કે, મીડિયા ગેઇલને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઇલ પોતાની બેટિંગની સાથે સાથે મેદાન બહાર વિવાદમાં રહેવાને લઇને પણ જાણીતો છે. હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયાના મીડિયામાં પણ ગેઇલ કાંઇક અલગ કારણોસર ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાના મીડિયામાં જાન્યુઆરીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, 2015ના વર્લ્ડકપ દરમિયાન ક્રિસ ગેઇલે સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન મસાજથેરાપિસ્ટ સાથે ખરાબ વર્તન કર્યું હતું.
ગેઇલ પર આરોપ છે કે જ્યારે મસાજથેરાપિસ્ટ તેને મસાજ કરી રહી હતી ત્યારે તેણે તે યુવતી સાથે સેક્સ સંબંધ બાંધવાની ઓફર કરી હતી. એટલું જ નહીં ગેઇલે યુવતીને પોતાનું ગુપ્તાંગ પણ બતાવી દીધું હતું.
રસેલે આરોપ લગાવ્યો કે, ગેઇલે પોતાનો ટુવાલ ઉતારી દીધો હતો અને ગુપ્તાંગ બતાવ્યું હતું. બાદમાં રસેલ ત્યાંથી ચાલી નીકળી હતી અને તેણે આ વાત ટીમના ફિઝિયોથેરાપિસ્ટને જણાવી હતી.
મસાજ થેરાપિસ્ટ લિએન રસેલે સિડની કોર્ટને જણાવ્યું કે, ગેઇલે તેની સામે ટુવાલ ઉતારી દીધો હતો. ત્યારબાદ તે ખૂબ રડવા લાગી હતી. તે ચેન્જિંગ રૂમમાં ટુવાલ શોધવા ગઇ હતી. જ્યાં અચાનક તેને ગેઇલ મળ્યો હતો. ગેઇલે મને પૂછ્યું હતું કે, તું શું શોધી રહી છે. જવાબમાં મેં કહ્યું કે, ટુવાલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -