✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોની-ભૂવનેશ્વરની લડાયક ઇનિંગના જોરે ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-0થી આગળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2017 07:48 AM (IST)
1

ત્યારબાદ ગુણાથિલકા 19 રને ચહલની ઓવરમાં ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. આ સ્ટમ્પિંગ સાથે જ ધોનીએ કુમાર સંગાકારાની (99) સૌથી વધુ સ્ટમ્પિંગના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. કુસલ મેન્ડિસ 19 રને ચહલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. એન્જેલો મેથ્યૂઝ 20 રને અક્ષર પટેલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. સીરીવર્દને 58 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. ચમારા કપુગેદરા 40 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો.

2

શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 236 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મિલિંદા સીરીવર્દનેએ 58 જ્યારે ચમારા કપુગેદરાએ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને પ્રથમ ફટકો આક્રમક રમી રહેલા નિરોશન ડિકવેલાના રૂપમાં લાગ્યો હતો. ડિકવેલા 31 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં ધવનને કેચ આપી બેઠો હતો.

3

ભારતને પ્રથમ ફટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત 54 રને ધનંજયની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 49 રને સિરિવર્દનેની ઓવરમાં મેથ્યૂઝને કેચ આપી બેઠો હતો. કેદાર જાધવ 1 રને ધનંજયની ઓવરમાં આઉટ થયો હતો. વિરાટ કોહલી 4 રને ધનંજયની ઓવરમાં આઉટ થયો હતો. ધનંજયે પોતાની એક જ ઓવરમાં ભારતના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. હાર્દિક પંડયા 0 રને ધનંજયની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો.

4

ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાએ 44.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા અને મેચમાં 3 વિકેટે જીત નોંધાવી હતી. એક સમયે ભારતે માત્ર 22 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં મહેન્દ્રસિંહ ધોની (450 અને ભુવનેશ્વર કુમાર (53)ની 100 રનની ભાગીદારીએ હારી ગયેલી મેચને જીતવમાં ફેરવી દીધી હતી.

5

પલ્લેકેલ: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં રમાયેલ બીજા વનડે મેચમાં 3 વિકેટે શ્રીલંકાને હરાવીને વનડે સીરીઝમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચમાં ટીમ ઇન્ડિયાને 47 ઓવરમાં 231 રનનો રિવાઈઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોની-ભૂવનેશ્વરની લડાયક ઇનિંગના જોરે ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-0થી આગળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.