રાકેશ પર હુમલો થયો ત્યારે તે ભાંડુપમાં મહાવીર પેટ્રોલ પંપ પાસે ચુકવણી કરી રહ્યો હતો. રાકેશ પવાર પ્રોફેશનલ ક્રિકેટર હતો અને જિલ્લા સ્તરે ક્રિકેટ રમતો હતો. સાથે સાથે બાળકોને ક્રિકેટનું કૉચિંગ આપતો હતો. આ ઘટના બાદ ભાંડુપ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાકેશને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે રાકેશની મહિલા મિત્રની પુછપરછ કરી છે અને તેને કસ્ટડીમાં લીધી છે.
હાલમાં આ મામલે પોલીસ સત્તાવાર કંઈ કહેવાથી બચી રહી છે. રાકેશ સાથે જે મહિલા હતી તેની સાથે તેને અફેર હોવાની ચર્ચા હતી. જોકે રાકેશ પરિણીત હતો અને તેને 2 બાળકો હતા. અત્યારે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે અને તેમની શોધખોળ કરી રહી છે.