વર્લ્ડકપ 2019: વરસાદના કારણે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની મેચ રદ્દ, બંને ટીમોને 1-1 પોઈન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jun 2019 09:20 PM (IST)
બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર મુકાબલો વરસાદના કારણે રદ્દ થયો છે. મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે.
બ્રિસ્ટલ: બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર મુકાબલો વરસાદના કારણે રદ્દ થયો છે. મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. ત્રણ મુકાબલમાં બંને ટીમોના 3-3 પોઈન્ટસ છે. પાકિસ્તાન શ્રીલંકાની મેચમાં વરસાદના કારણે ટોસ પણ ન થઈ શક્યો. મેચ રદ્દ થતા શ્રીલંકાને ફાયદો થયો છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી શ્રીલંકા પાકિસ્તાન સામે નથી જીત મેળવી શક્યું. આ મેચમાં પાકિસ્તાનનું પલડુ ભારે લાગી રહ્યું હતું. પાકિસ્તાનને પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝે 105 રનમાં આઉટ કર્યું હતું, પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી. શ્રીલંકાને પોતાની બીજી મેચમાં અફધાનિસ્તાનને 34 રને હાર આપી હતી.