બાંગ્લાદેશના આ બોલરે 4 બોલમાં આપ્યા 92 રન, કારણ જાણીનો ચોંકી જશો તમે....
હકીકતમાં મહમૂદે જાણી જોઇને પ્રકારના બોલ નાખ્યા હતા. તેણે અમ્પાયરના એકતરફી વિવાદાસ્પદ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવા માટે આવું કર્યું હતું અને તેને પૂરી ટીમનું સમર્થન પણ હતું. ફિલ્ડિંગ કરતા પહેલાં લાલમટિયા ટીમે અંદરોઅંદર પ્રકારની બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ વાઇડ તથા નો બોલ દરમિયાન બોલ બાઉન્ડ્રી બહાર ગયો હતો. હરીફ ટીમ એક્ઝોમ ક્રિકેટર્સે એક ઓવરમાં મેચ જીતી લીધી હતી કારણ કે પ્રથમ બેટિંગ કરનાર લાલમટિયાની ટીમ 88 રન બનાવી શકી હતી. બોલર્સની ખરાબ બોલિંગના કારણે રેકોર્ડ બન્યો છે એવું નથી.
સેકન્ડ ડિવિઝન ક્રિકેટ લીગમાં લાલમટિયા ટીમના બોલર સુઝોન મહમૂદે પોતાની ઓવરમાં માત્ર ચાર બોલ ફેંકીને 92 રન આપી દીધા હતા જેમાંથી 65 રન વાઇડના (13 બોલમાં) અને 15 રન નો બોલ ફેંકીને આપ્યા હતા. ચાર લિગલ બોલ નાખ્યા હતા જેમાં 12 રન બન્યા હતા.
ક્રિકેટમાં પ્રત્યેક દિવસે બેટ્સમેનોનો દબદબો વધી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી થઇ કે કોઇ બોલરના ચાર બોલ પર 92 રન બની જાય. બાંગ્લાદેશમાં આવું બન્યું છે. ક્રિકેટના ઇતિહાસમાં કોઇ બોલરે એક ઓવરમાં આટલા બધા રન આપ્યા હોય તેવું ક્યારેય બન્યું નથી. બનાવ બાંગ્લાદેશની ક્લબ ક્રિકેટમાં બન્યો છે.
ઢાકાઃ ક્રિકેટમાં સતત દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય કે ઘરેલુ ક્રિકેટ. હાલમાં જ આઈપીએલમાં એક રેકોર્ડ બન્યો જેમાં અશોક ડિંડાએ એક ઓવરમાં 30 રન આપ્યા હતા અને તેને લિગનો સૌથી મોંઘી અવરનો રેકોર્ડ પોતાના નામે કર્યો. જોકે બાંગ્લાદેશમાં એક અજબનો રેકોર્ડ સામે આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -