નવા નિયમો પ્રમાણે ટેસ્ટ કિટ ઉપર ખેલાડીના નંબર સાથે તેમનું ઇંસ્ટાગ્રામ હેન્ડલ પણ હશે. આ સાથે હવે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. આમાં જો કોઇ ખેલાડી કેચ આઉટ થઈ જાય તો બીજા ખેલાડીને રન આઉટ કરી શકાશે. વ્હાઇટ એન્ડ નો બોલના સ્થાને બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેજેનો ઉપયોગ કરાશે.
ટેસ્ટ મેચમાં હવે ટોસ થશે નહીં. ટોસના સ્થાને હવે ટ્વિટર પોલ કરવામાં આવશે. પોલ દ્વારા લોકો નક્કી કરશે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ. જો તાપમાન 35 ડિગ્રીથી વધારે હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી મળશે.
આઈસીસીના નવા નિયમો જાણીને તમે નવાઈ પામી ગયા હશો. જોકે આ નવા નિયમો હકીકતમાં લાગુ થવાના નથી પણ એપ્રિલ ફૂલ છે. આઈસીસીએ ટ્વિટ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.