આઈપીએલમાં થોડા દિવસ પહેલા રોયલ ચેલન્જર્સ બેંગલુરુ (RCB)ની ફેન દીપિકા ઘોષના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે મુંબઈ ઈન્ડિયન્સની ફેન ગર્લ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર લોકો કેમેરામેનના વખાણ કરી રહ્યા છે. કેટલાકે તો મજાકમાં કહ્યું હતું કે, ખેલાડીની જગ્યાએ કેમેરામેનને એવોર્ડ મળવો જોઈએ. કેટલાકે તો આ યુવતીને નેશનલ ક્રશ કહી રહ્યા છે.
આ મિસ્ટ્રી ગર્લનું નામ અદિતિ હુંડિયા છે. તે ફેશન અને ગ્લેમરસની દુનિયાનો જાણીતો ચહેરો છે. અદિતિ રાજસ્થાનના જયપુરની છે. તેણે અહીંથી મોડલિંગ કરિયર શરૂ કર્યું હતું. અદિતિએ ફેમિના મિસ ઇન્ડિયા 2017 માટે ઓડિશન આપ્યું હતું અને સિલેક્ટ થઇ ગઇ હતી. તેણે એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનું ટાઇટલ જીત્યું હતું. અદિતિ ક્રિકેટની દિવાની છે અને કોહલી અને ધોનીની ફેન છે.