Brijbhushan Sharan Singh: ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ ફરી એકવાર મુશ્કેલીમાં છે. 1,600 પાનાની ચાર્જશીટમાં એક મહિલા કુસ્તીબાજે આરોપ લગાવ્યો છે કે બ્રિજભૂષણ શરણ સિંહે તેની સારવારના પૈસા ચૂકવવાના બદલામાં તેને શારીરિક સંબંધનું કહ્યું હતું.


બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા રેસલરે કર્યો ચોંકાવનારો ખુલાસો


બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહિલા રેસલરે આરોપ લગાવ્યો છે કે બીજેપી સાંસદે તેનો મેડિકલ ખર્ચ ઉઠાવવાના બદલામાં તેને સેક્સ કરવાનું કહ્યું હતું. તેણીના જણાવ્યા મુજબ, સિંહે તેણીને કહ્યું હતું કે તે તેણીની ઇજાની સારવાર માટે ચૂકવણી કરશે, પરંતુ તેના બદલે તેણે સેક્સની માંગ કરી હતી.


1600 પાનાની ચાર્જશીટમાં શું છે?


1,600 પાનાની ચાર્જશીટ રાઉઝ એવન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જ્યાં કેસની સુનાવણી ચાલી રહી છે. ફરિયાદીએ પોતાના નિવેદનમાં ઘટના વર્ણવી છે. ચાર્જશીટમાં કુસ્તીબાજ નંબર 2 તરીકે ઉલ્લેખ કરાયેલા એક ફરિયાદીએ ખુલાસો કર્યો હતો કે સિંઘે ફાઇનલમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરતી વખતે અશોકા રોડ પરની WFI ઓફિસમાં તેને બોલોવી હતી.


મહિલા કુસ્તીબાજએ દાવો કર્યો હતો કે સિંઘ કુસ્તી સંબંધિત ઈજાની સારવાર માટેનો તબીબી ખર્ચ ઉઠાવવા માટે સંમત થયા હતા, પરંતુ તેમણે તેમની સાથે સેકસ કરવાની શરત મૂકી હતી.જોકે કુસ્તીબાજએ આ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અન્ય એક ફરિયાદી જેની ચાર્જશીટમાં પહેલવાન નંબર 6 તરીકે ઓળખ કરવામાં આવી છે, તેણે સિંઘ પર પ્રોટીન સપ્લીમેન્ટના બદલામાં સેક્સનો પ્રસ્તાવ મૂકવાનો આરોપ મૂક્યો હતો.


ફરિયાદીઓએ તેમની જુબાનીમાં વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ WFI વડા અને તેમના નજીકના સાથીઓએ તેમના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો દરમિયાન વિવિધ રીતે તેમની સાથે જાતીય સંબંધ માટે દબાણ કરતાં હતા. વધુમાં તેણે દાવો કર્યો હતો કે સિંહ અવારનવાર નોટિસ જારી કરી ધમકીઓ આપતો હતો અને તેનું પાલન કરવા દબાણ કરતો હતો. સિંઘે NPL કિંગ્સવે કેમ્પમાં તપાસ દરમિયાન 6 મે, 2023 ના રોજ, તેમના સત્તાવાર નિવાસસ્થાન જ્યાં WFI ઓફિસ આવેલી છે ત્યાં એકલા મહિલા કુસ્તીબાજોને મળવાનું કહ્યું હતું, પરંતુ તેઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.


ફરિયાદીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તાલીમ શિબિરો દરમિયાન કોઈ અયોગ્ય વર્તન થયું ન હતું, કારણ કે સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરા સાથે વ્યાપક દેખરેખ હેઠળ હતો. કુસ્તીબાજોના જણાવ્યા મુજબ સમિતિના સભ્યોએ સિંઘ સામેની તમામ ફરિયાદોને ફગાવી દીધી હતી.