ક્રિકેટમાં પાછો ફરશે આફ્રિકાનો આ સ્ટાર બેટ્સમેન, આ રીતે કરશે કમબેક
અગાઉ એક ઈન્ટરવ્યૂમાં ડિ વિલિયર્સે કહ્યું હતું કે, ‘આગામી કેટલાક વર્ષો સુધી હું IPL રમીશ. મારો પ્રયત્ન રહેશે કે, ટાઈટન્સ માટે પણ રમું અને દેશના યુવા ક્રિકેટર્સની મદદ કરું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકના સ્ટાર બેટ્સમેન અબ્રાહમ બેન્જિમાન ડીવિલિયર્સે હાલમાં જ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું હતું. એબી ડીવિલિયર્સે ભારતમાં રમમાયેલ આઈપીએલની આ સીઝન દરમિયાન અચાનક જ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તી લેવાનો નિર્ણય કર્યો હતો.
આવામાં અટકળો લગાવાઈ રહી છે કે, ડિ વિલિયર્સ સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમનો બેટિંગ કન્સલટન્ટ બની શકે છે. એબી એ 2016માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી જ્યારબાદ 2017માં તે પાછો ટીમમાં જોડાયો હતો.
જોકે હવે એવી ચર્ચા છે કે, તે ક્રિકેટની દુનિયામાં કમબેક કરશે. તેણે કમબેક માટેનો રસ્તો પણ તૈયાર કરી લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના નવા સ્થાયી મુખ્ય કાર્યકારી થબાંગ મોરોએએ એબીના રોડમેપ વિશે ખુલાસો કર્યો છે. મોરોએ અનુસાર ડિ વિલિયર્સ IPL અને દક્ષિણ આફ્રિકાની ડૉમેસ્ટિક ફ્રેન્ચાઈઝી ટાઈટન્સ માટે અવેલેબલ રહેશે. ડિ વિલિયર્સ ભવિષ્યમાં એડવાઈઝરી કમિટિ અને કોચ સંબંધી ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -