નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 હાલમાં ચાલી રહ્યો છે, ઉદઘાટન મેચ બાદ સતત ત્રણ મેચમાં હારનો સામનો કરી રહેલી સાઉથ આફ્રિકન ટીમ પર હવે ડિવિલિયર્સને લઇને વિવાદ શરૂ થયો છે. એક રિપોર્ટ અનુસાર ડિવિલિયર્સે વર્લ્ડકપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ક્રિકેટ બોર્ડે તેને નકારી દીધી હતી.

સાઉથ આફ્રિકન ટીમ પહેલા ઇંગ્લેન્ડ, બાદમાં બાંગ્લાદેશ અને ભારત સામે સતત ત્રણ મેચ હારી ચૂક્યુ છે, વર્લ્ડકપમાં મળેલી સળંગ હારને લઇને ફેન્સે ડિવિલિયર્સને ટીમમાં પાછો લાવવાની માંગ કરી હતી. આ માંગને લઇને દિગ્ગજ ડિવિલિયર્સે એક ટ્વીટ કર્યુ હતું, જેમાં તેને ટીમને સપોર્ટ કરવાની વાત કહી હતી.



વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સે એક ટ્વીટ કરીને લખ્યું કે, ''હાલના સમયે જે સૌથી જરૂરી છે તે છે આપણે વર્લ્ડકપમાં આપણી ટીમને સપોર્ટ કરવો જોઇએ. હજુ વર્લ્ડકપમાં ઘણો લાંબો સમય બાકી છે અને મને વિશ્વાસ છે કે, આપણી ટીમ હજુ પણ બેસ્ટ કરશે.''