સન્યાસના 6 મહિના બાદ આ વિસ્ફોટક ખેલાડીએ મેદાનમાં મચાવ્યુ તોફાન, ફટકાર્યા 31 બૉલમાં 93 રન, જાણો વિગતે
સાઉથ આફ્રિકાના આ પૂર્વ બેટ્સમેનની આક્રમક બેટિંગના સહારે સ્પાર્ટનન્સે જોજી સ્ટાર્સ ટીમને 5 રનથી હરાવી દીધી હતી. આ મેચ વાન્ડરર્સમાં રમાઇ હતી. સ્પાર્ટનન્સ ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા.
ડિવિલિયર્સને મંગળવારે આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, બસ આના થોડાક કલાકોમાંજ તેને આ વિસ્ફોટક ઇનિંગ રમીને ફેન્સને મનોરંજન અને બૉલરોમાં ખૌફ પેદા કરી દીધો હતો.
ક્રિકેટની દુનિયામાં ‘મિસ્ટર 360′ નામથી ફેમસ થયેલા ડિવિલિયર્સે એમએસએલ ટી20 લીગની પ્રેક્ટિસ મેચમાં શ્વાને સ્પાર્ટનન્સ તરફથી રમતા વિસ્ફોટક 31 બૉલમાં 93 રનની ધાકડ ઇનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ આ વર્ષે મે મહિનામાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડિવિલિયર્સે મેદાન પર ફરી પોતાનુ તોફાન બતાવ્યુ છે. મજાંસી સુપર લીગ(એમએસએલ) ટી20 પહેલા ધમાકેદાર ઇનિંગ રમીને બૉલરોમાં ભય પેદા કરી દીધો છે.