નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવે કહ્યું કોરોના વાયરસના કારણે આગામી 5-6 મહિના સુધી ક્રિકેટ અને અન્ય રમત શરૂ થાય તેવી શક્યતાઓ નથી. આપણે જોવું પડશે કે ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો ક્યા સુધીમાં આ બીમારીની સારવાર શોઘી શકે છે. કોરોના વાયરસના કારણે રમતોને ખૂબ નુકશાન પહોંચ્યું છે પરંતુ એ પણ જરૂરી છે કે લોકોના જીવ બચાવવા પર વધારે ધ્યાન આપવામાં આવે. રમતોને તેના જૂના સ્વરૂપમાં જોવા માટે હાલ આપણે થોડી રાહ જોવી પડશે.
કપિલ દેવે કહ્યું કોરોના વાયરસ બાદ જ્યારે સ્થિતિ નોર્મલ થશે તો મને લાગે છે કે લોકો વધુ ઉત્સાહ સાથે રમતને જોશે. ટેલીવિઝનની ટીઆરપી વધી રહી છે અને તેનો ફાયદો ક્રિકેટ સહિત તમામ રમતને મળશે. ખેલાડીઓને પણ પોતાની લયમાં પરત ફરવામાં વધારે સમય નહી લાગે.
આઇસીસીના તાજા રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમ પ્રથમ નંબરનુ સ્થાન ગુમાવી દીધુ છે, અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ નંબરનુ સ્થાન હાંસલ કર્યું છે. 2016 બાદ ભારત પહેલીવાર ટૉપ પરથી નીચે ખસકી ગયુ છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને કહ્યું- આગામી 6 મહિના સુધી ક્રિકેટ અથવા અન્ય કોઈ રમત શક્ય નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2020 03:59 PM (IST)
આઇસીસીના તાજા રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમ પ્રથમ નંબરનુ સ્થાન ગુમાવી દીધુ છે, અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ નંબરનુ સ્થાન હાંસલ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -