મુંબઇઃ સોશ્યલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વનડે ક્રિકેટના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યાના નિધનની અફવા વાયરલ થઇ રહી છે. ક્રિકેટ વિશ્વમાં જયસૂર્યાના મોતના સમાચાર સાંભળીને લોકો સુન્ન થઇ ગયા હતા, જોકે, આ વાત એકદમ ખોટી હતી. ભારતમાં પણ આ અફવા ઝડપથી પ્રસરી હતી. જેમાં એક્ટર અરશદ વારસી પણ સામેલ છે.



એક્ટર અરશદ વારસીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પૉસ્ટ શેર કરી, જેમાં ક્રિકેટર જયસૂર્યાના નિધનના સમાચાર સામેલ હતા. એક ન્યૂઝની લિંક શેર કરતાં વારસીએ સનથ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અરશદે લખ્યું કે, "આ બહુજ શૉકિંગ અને દુઃખદ સમાચાર છે.


જોકે, બાદમાં જયસૂર્યાના નિધનના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યુ, ફેન્સ અરશદ વારસીને તેની પૉસ્ટને લઇને ટ્રૉલ પણ કરવાનું શરૂ કરી દીધુ હતુ.