નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 12 ગઇકાલે રાત્રે ફાઇનલ મેચ સાથે સમાપ્ત થઇ ગઇ, રોમાંચક મુકાબલામાં ચેન્નાઇને એક રનથી હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વાર ટાઇટલ કબ્જે કર્યું. આ સાથે જ એક અફવા મેચ ફિક્સ થવાની પણ ઉડી. કેટલાકે આઇપીએલ ફાઇનલ મેચ ફિક્સ હોવાના આરોપો પણ લગાવ્યા. આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર કમાલ રશિદ ખાને અંબાણી પર જીતને લઇને નિશાન સાધ્યુ છે.



કમાલ રશિદ ખાને મુંબઇની જીત પર એક વિવાદિત ટ્વીટ કર્યુ છે, જેમાં તેને સીધુ નિશાન અંબાણી પર તાક્યુ છે.



કમાલ રશિદ ખાને ટ્વીટમાં લખ્યુ, “ધોની, રૈના, રાયડુ જબરદસ્તીથી આઉટ થઇ ગયા અને શેન વૉટસને છેલ્લી ઓવરમાં બિનજવાબદાર રીતે પોતાની વિકેટ ગુમાવી દીધી, આ એ વાતની સાબિત છે કે અંબાણી ભારતમાં કંઇપણ કરી શકે છે, અને પૈસાથી દુનિયામાં કંઇપણ કરી શકાય છે.”


ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટર કમાલ રશિદ ખાન પોતાના વિવાદિત ટ્વીટને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે.