મુંબઈ: નવા વર્ષે લોકોને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. સગાઈ બાદ આ કપલે પોતાની તસવીરો પણ શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર રિલેશનશિપની જાહેરાત કરી અને તસવીરો પણ શેર કરી હતી. હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે. પરંતુ હાલમાં નતાશાએ એક જૂની તસવીર શેર કરી હતી જેની પર હાર્દિક પંડ્યાએ રિએક્શન આપ્યું હતું.


નતાશા સ્ટાનકોવિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે પોતાના મંગેતર હાર્દિક પંડ્યાની સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં નતાશા બિકીનમાં જોવા મળી રહી છે. આ તસવીર હાર્દિક અને નતાશાની દુબઈ હોલિડે સમયની છે.


આ તસવીરમાં નતાશા અને હાર્દિક એક બીચ પર જોવા મળી રહ્યા છે. નતાશાની આ પોસ્ટ પર ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પણ રિએક્શન આવ્યું છે. તેણે હાર્ટવાળી ઈમોજી બનાવીને પોતાના પ્રેમને દર્શાવ્યો હતો. હાર્દિક અને નતાશાની આ તસવીર બહુ જ વાયરલ થઈ હતી.


નોંધનીય છે કે, બોલ્ડ અદાઓ માટે જાણીતી નતાશાએ સગાઈ બાદ પોતાની હોટ તસવીરો પ્રશંસકો સાથે શેર કરી હતી. નતાશા સર્બિયન મોડલ છે, જે બિગ બૉસ અને નચ બલિયેનો હિસ્સો રહી ચૂકી છે. તેની સાથે જ તેણે બૉલિવૂડ ફિલ્મોમાં આઇટમ નંબર અને અભિયન પણ કરી ચૂકી છે.