વિરાટનું અનુષ્કા સિવાય આ હોટ બંગાળી હીરોઈન સાથે પણ ચાલી રહ્યું છે અફેર ?
એવું કહેવાય છે કે રિયાએ એ પછી ફોન કરીને વિરાટને અભિનંદન આપ્યાં હતાં અને બંને વચ્ચે નિકટતા વધવા લાગી છે. અલબત્ત હજુ સુધી બંને ક્યાંય સાથે દેખાયાં નથી તે જોતાં રિયા પોતે જ પોતાની પબ્લિસિટી માટે આ વાતો ફેલાવતી હોવાની શક્યતા છે. રિયાની બબ્બે ફિલ્મો ફિલ્મ ગઈ હોવાથી તેને પબ્લિસિટીની જરૂર છે જ.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેની લવ સ્ટોરી જગજાહેર છે પણ થોડાક સમયથી વિરાટનું નામ બીજી એક અભિનેત્રી સાથે પણ જોડાયું છે. આ અભિનેત્રી રિયા ચક્રવર્તી છે. 2013માં આવેલી ફ્લોપ ફિલ્મ મેરે ડેડ કી મારૂતિ ફિલ્મથી રિયા ચક્રવર્તીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
રિયાને એવો સવાલ પણ પૂછાયો હતો કે, ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી હોટ ક્રિકેટર કોણ છે ? રિયાચએ તરત જ વિરાટનું નામ આપી દીધું. રિયાએ એવું પણ કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી સૌથી વધારે હોટ છે અને તે સેન્યુરી ફટકારે ત્યારે વધારે હોટ થઈ જાય છે.
રિયા ચક્રવર્તીએ 2012માં તેલુગુ ફિલ્મ તુનીગા તુનીગા સાથે ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મમાં તેનો હીરો અશ્વિન સુમંથ હતો. હિંદીમાં તેની પહેલી ફિલ્મ મેરે ડેડ કી મારૃતિ હતી કે જે 2013માં રીલીઝ થઈ હતી. એ પછી તેણે સોનાલી કેબલ, હાફ ગર્લફ્રેન્ડ, દોબારાઃ સી યોર એવિલ અને બેંક ચોર હિન્દી ફિલ્મો કરી છે.
આ ઉપરાંત ગયા મહિને આવેલી બીજી ફ્લોપ ફિલ્મ બેંક ચોરમાં પણ રિયાએ અભિનય કર્યો હતો. તાજેતરમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી વખતે રિયા ચક્રવર્તી ભારતની મેચોમાં સતત હાજર રહી હતી. આ દરમિયાન તેણે વિરાટ કોહલી પોતાનો મનગમતો ક્રિકેટર છે તેવું કહ્યું પછી તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયું.
રિયા ચક્રવર્તી પહેલાં તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને એ પહેલાં તે એમ ટીવી પર રેડિયો જોકી તરીકે કામ કરતી હતી. એમ ટીવી માટે તેણે ઘણા શો કર્યા છે. 2009માં તે ટીવીએસ સ્કૂટી ટીન દિવા રીયાલિટી શોમાં ફસ્ટ રનર અપ બની એ સાથે જ તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું.