આજે એશિયલ કપલ ફૂટબોલમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે મુકાબલો, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત 1964માં સૌપ્રથમ વખત એશિયન કપમાં રમ્યું હતુ અને તેમાં રનર્સઅપ બન્યું હતું. જોકે ત્યાર બાદ 1984 અને ત્યાર બાદ 2011માં ભારતીય ટીમ એશિયન કપમાં ક્વોલિફાય થઈ હતી પણ પહેલા રાઉન્ડથી આગળ વધી શકી નહતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત 1964માં સૌપ્રથમ વખત એશિયન કપમાં રમ્યું હતુ અને તેમાં રનર્સઅપ બન્યું હતું. જોકે ત્યાર બાદ 1984 અને ત્યાર બાદ 2011માં ભારતીય ટીમ એશિયન કપમાં ક્વોલિફાય થઈ હતી પણ પહેલા રાઉન્ડથી આગળ વધી શકી નહતી.
કોચ સ્ટીફન કોન્સ્ટાસ્ટીનના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતીય ટીમમાં સુનિલ છેત્રી જેવો શાનદાર ગોલ સ્કોરર છે. જે હાલના ટોચના ગોલ સ્કોરર્સમાં સ્થાન ધરાવે છે. વર્લ્ડ રેન્કિંગમાં પણ ભારત થાઈલેન્ડ કરતાં ચડિયાતું છે. ભારત હાલ ફિફા રેન્કિંગમાં 97માં સ્થાન પર છે. જ્યારે થાઈલેન્ડની ટીમ 118માં ક્રમે છે.
આઠ વર્ષ બાદ એશિયન ફૂટબોલ કોન્ફિડરેશનના એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થયેલું ભારત તેની પ્રથમ ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ભારત એશિયન કપમાં ચોથી વખત રમી રહ્યું છે અને આ વખતે ટીમનું સૌપ્રથમ લક્ષ્ય રાઉન્ડ ઓફ 16માં ક્વોલિફાય થવાનું છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચેની મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -