પ્રો કબડ્ડી લીગ 2018: બેંગલુરુ પ્રથમ વખત બન્યું વિજેતા, ગુજરાતને આપી 38-33થી હાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jan 2019 09:59 PM (IST)
1
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ ગત સીઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ પટના સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
2
પવન કુમાર સેહરાવતે આ મેચમાં 22 પોઇન્ટ હાંસલ કર્યા હતા. બેંગલુરુએ મેચમાં ધીમી શરૂઆત કરી હતી પરંતુ બીજા હાફમાં વાપસી કરતાં ખિતાબ પર કબજો કર્યો હતો. બેંગલુરુ માટે પવન સિંહે સીઝનમાં 250 રેડ પોઇન્ટ્સ પણ પૂરા કર્યા હતા. બેંગલુરુને રેડથી 26, ટેકલથી સાત, ઓલઆઉટથી ચાર અને એક વધારાનો પોઇન્ટ મળ્યો હતો.
3
મુંબઈઃ બેંગલુરુએ પવન કુમાર સેહરાવતના દેખાવના કારણે પ્રથમ વખત પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીત્યો હતો. બેંગલુરુ બુલ્સે ફાઇનલ મુકાબલામાં ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસને 38-33થી હાર આપી હતી. પ્રથમ હાફમાં ગુજરાતથી 7 પોઇન્ટ પાછળ રહ્યા બાદા બુલ્સે બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી.