નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં હાલમાં ભારતીય ટીમ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. અપરાજિત ટીમે ચાર મેચો જીતીને 4 મેચ જીતીને 9 પૉઇન્ટ મેળવી લીધા છે. ક્રિકેટ ચાહકો અને ક્રિકેટરો હાલમાં ટીમ ઇન્ડિયાને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માની રહ્યા છે. ત્યારે આફઘાનિસ્તાનના કેપ્ટને પણ ટીમ ઇન્ડિયાનું સમર્થન કર્યુ છે.

ભારત સામે માત્ર 11 રને હાર્યા બાદ આફઘાન કેપ્ટન ગુલબાદીન નાઇબે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, હું ભારતીય ટીમને સપોર્ટ કરુ છુ.



મેચ પુરી થયાં બાદ પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા આફઘાન કેપ્ટન ગુલબાદીન નાઇબે કહ્યું કે, ભારત એક મોટી ટીમ છે, તેને અમને એકપણ સિંગલ ચાન્સ ના આપ્યો જીતવાનો, ટીમ ઇન્ડિયા મારી ફેવરેટ ટીમ છે, હું જ્યારે મેચ જોતો હોઉ ત્યારે ટીમ ઇન્ડિયાને જોઉ છું. હું ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરુ છું.




ઉલ્લેખનીય છે કે, રોમાંચક મેચમાં ભારતીય ટીમે 11 રને આફઘાનિસ્તાન ટીમને માત આપી હતી. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ શમીએ હેટ્રિક વિકેટ લઇને ટીમ ભારતીય ટીમને જીત અપાવી હતી.