નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રીકાની ટીમ વર્લ્ડકપમાં બહાર થઈ ગઈ છે. વર્લ્કપના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હોય. પાકિસ્તાન વિરૂદ્ધ મળેલ હાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને નિરાશા વ્યક્ત કરી અને આ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો. તેણે હાર માટે આઈપીએલને જવાબદાર ગણાવી છે.



ડુ પ્લેસીએ કહ્યું કે, તેણે અને ટીમ મેનેજમેન્ટે કગિસો રબાડાને આઈપીએલમાં રમવાથી રોકવા માટે અનેક પ્રયત્ન કર્યા. તેમણે કહ્યું કે, રબાડાને વર્લ્ડકપ માટે તંદુરસ્ત રહે તે માટે ઘણી ભલામણો કરી હતી.

ટીમની હાર બાદ તરત જ ડૂ પ્લેસીએ રબાડના થાકને કારણે મેદાન પર સંભવિત પ્રદર્શન વિશે પૂછવા પર ખુલાસો કર્યો કે આ ફાસ્ટ બોલરે આ વર્ષે અત્યાર સુધી 303 ઓવર ફેંકી છે જેમાં આીપીએલ પણ સામેલ છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રબાડાએ 12 મેચમાં 25 વિકેટ લીધી હતી.



ટૂર્નામેન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ આફ્રીકા ક્રિકેટ બોર્ડે તેને પરત બોલાવી લીધો હતો. પ્લેસીએ જણાવ્યું કે, તેણે આ મુદ્દો આઈપીએલ શરૂ થતા પહેલા જ ઉઠાવ્યો હતો, કારણ કે ત્રણેય ફોર્મેટમાં રમનાર કેલાડી કોઈપણ આરામ વગર સતત રમી રહ્યો હતો.