કોલંબોઃ શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા હુમલા બાદ મુસ્લિમ સમુદાયમાં ભયનો માહોલ સર્જાયો છે. એક મુસ્લિમ ડૉક્ટરે બૌદ્ધ મહિલાઓની ગુપચુપ રીતે નસબંધી કરાવવાની અપુષ્ટ રિપોર્ટ આવ્યા બાદ એક ઉચ્ચ બૌદ્ધ ભિક્ષુએ અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ હિંસાનુ આહ્વાન કરી દીધુ છે, જેનાથી મુસ્લિમો એકદમ ડરી ગયા છે.
મુસ્લિમ અલ્પસંખ્યક સુમદાયના એક્ટિવિસ્ટ, રાજનીતિજ્ઞો અને સભ્યોનું કહેવુ છે કે, વરાકગૌડા શ્રી જ્ઞાનરત્ન થેરોના ભાષણ બાદ સાંપ્રદાયિક તનાવ વધી ગયો છે. શ્રીલંકા ઇસ્ટર હુમલા બાદથી જ મુસ્લિમ સમુદાયના લોકોના ઘરો અને દુકાનો પર હુમલા કરી રહ્યાં છે.
શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. શ્રીલંકા તંત્રએ હુમલામાં બે સ્થાનિક મુસ્લિમ સંગઠનોને પણ જવાબદાર ગણાવ્યા છે.
આતંકી હુમલા બાદ મુસ્લિમો વિરુદ્ધ સાંપ્રદાયિક તોફાનોની વચ્ચે પ્રભાવશાળી બૌદ્ધ ભિક્ષુ જ્ઞાનરત્ન થેરોએ ફરીથી આરોપ લગાવ્યો છે કે કુરરેનેગલાના એક મુસ્લિમ ડૉક્ટરે ચુપચાપ 4000 બૌદ્ધ મહિલાઓની નસબંધી કરી દીધી છે.
રાષ્ટ્રીય ટેલિવિઝન પર પોતાના એક ભાષણમાં બૌદ્ધ ભિક્ષુએ કહ્યું કે, "કેટલીક મહિલા ભિક્ષુળિયોનું કહેવું છે કે ડૉક્ટર જેવા લોકોનો પથ્થર મારીને જીવ લઇ લેવો જોઇએ. હું એવુ નથી કહી રહ્યો પણ આવુ કરવાની જ જરૂર છે.
શ્રીલંકામાં સૌથી જુના અને મોટા અસગિરીય અધ્યાયના અધ્યક્ષ થેરોએ મુસ્લિમોની દુકાનો, રેસ્ટૉરન્ટ અને વ્યવસાયોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમને મુસ્લિમો પર પથ્થર મારવાનું પણ કહ્યું છે. તેમને અફવાઓને ફરીથી દોહરાવીને દાવો કર્યો છે કે મુસ્લિમ રેસ્ટૉરન્ટ્સમાં બૌદ્ધ ગ્રાહકોને નસબંધી વાળી દવાઓ ભેળવીને ખાવાનું આપવામાં આવે છે.
ઉલ્લેખની છે કે બૌદ્ધ શ્રીલંકામાં 70 ટકા વસ્તી છે અને તેની કુલ વસ્તી 2.1 કરોડ છે, વળી મુસ્લિમ માત્ર 10 ટકા જ છે.
'મુસ્લિમો જ્યાં દેખાય ત્યાં પથ્થર લઇને મારો' - શ્રીલંકામાં બૌદ્ધ ધર્મગુરુની અપીલ
abpasmita.in
Updated at:
24 Jun 2019 01:04 PM (IST)
વરાકગૌડા શ્રી જ્ઞાનરત્ન થેરોના ભાષણ બાદ સાંપ્રદાયિક તનાવ વધી ગયો છે. શ્રીલંકા ઇસ્ટર હુમલા બાદથી જ મુસ્લિમ સમુદાયના લોકોના ઘરો અને દુકાનો પર હુમલા કરી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -