નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL)માં રમી રહ્યો છે. આ લીગને 27મી મેચમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રતમા રાશિદ ખાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 મેચમાં હેટ્રિક લીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકર પહેલા સનસનાટી મચાવી દીધી છે.

રાશિદખાને તેના ક્વોટાની ત્રીજી ઓવરના અને એડિલેડ સ્ટ્રાઇકર્સ માટે 11મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી. જે બાદ 13મી ઓવરમાં પ્રથમ બોલર પર વિકેટ લઈ હેટ્રિક પૂરી કરી હતી. બિગ બેશ લીગમાં કોઈ બોલર દ્વારા લેવામાં આવેલી આ પાંચમી હેટ્રિક હતી.


રાશિદ ખાન પહેલા ચાર બોલરો ટી-20 ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક લેવાનું કારનામું કરી ચુક્યા છે. ભારતીય ફિરકી બોલર અમિત મિશ્રાએ ત્રણ વખત હેટ્રિક લીધી છ. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્રયૂ ટાઈ, વિન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ, પાકિસ્તાની ફોસ્ટ બોલર મોહમ્મદ સામીએ પણ ટી-20 ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રિક ઝડપી છે. રાશિદ આ યાદીમાં પાંચમો બોલર બની ગયો છે.


રાશિદ ખાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો નજરે પડશે.