લંડનઃ ડોમ સિબલેએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. પરંતુ આ પહેલા જ તે દિવંગત નાના કૈનેથ મૈકેંજીના કારણે પોતાના પરિવાર માટે 21,600 પાઉન્ડ (અંદાજે 20 લાખ રૂપિયા)મેળવી ચૂક્યા છે. મૈકેંજીને ડોમની પ્રતિભા પર ઘણો વિશ્વાસ હતો. તેમણે 2011માં પોતાના નિધનના ચાર મહિના પહેલા ડોમ પર 150/1 અને 66/1ના દરે સટ્ટો લગાવ્યો હતો તે એક દિવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમશે.


મૈકેંજીની આ પારખી નજર તે સમયે પરિવાર માટે ફાયદામંદ સાબિત થઇ, જ્યારે 24 વર્ષના સલામી બેટ્સમેન સિબલેએ ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. ડોમની માતા અને મૈકેંજીની દીકરી ક્રિસ્ટીન સિબલે દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના સર્રેમાં ‘વિલિયમ હિલ બેટીંગ’ની દુકાન પર ગયા બાદ આ વાતની જાણકારી મળી હતી.

ક્રિસ્ટીનએ મીડિયાને કહ્યું, ’તેમને ડોમની ઉપલબ્ધિ પર ખુબ જ ગર્વ છે, માટે તેને જોતા થોડુ દુ:ખ પણ હતું પરંતુ તેનાથી ખુબ જ મુશ્કેલ સ્થિતિમાં સટ્ટો જીતવાની તેમને ખુશી પણ થતી. ડોમ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેમણે પ્રથમવાર કહ્યું હતું કે, તે ઇંગ્લેન્ડ માટે રમી શકે છે. જ્યારે તે 7 અથવા 8 વર્ષનો હતો ત્યારે તે ક્રિકેટ રમવા લાગ્યો હતો. તેના પછી તેણે વિલિયમ હિલમાં સટ્ટા વિશે જાણકારી મેળવી.’ તેમણે જણાવ્યું કે ડોમના ઇંગ્લેન્ડ માટે રમવા પર 15 વર્ષની ઉંમરમાં સટ્ટો લગાડવામાં આવ્યો હતો.

વિલિયમ હિલનાં કૈશિયરએ જણાવ્યું કે, આ ખુબ જ અસાધારણ ચૂકવણી છે. તેમણે કહ્યું,’મેં 21600 પાઉન્ડની બે સ્લિપ ક્યારેય જોઇ નથી. હું અહિંયા પર 4 વર્ષથી છું’ ત્યાં જ સટ્ટાબાજી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રતિભાને ઓળખવાનો આ ખુબ સારી તક હતી. ડોમએ પોતાના નાના પર ખુબ જ સારો પ્રભાવ પાડ્યો હતો.