✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ક્રિકેટરની એવરેજ છે 121 રનની, ડોન બ્રેડમેનને રાખ્યા પાછળ, સચિન-વિરાટ નથી ક્યાંય આસપાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2018 11:01 AM (IST)
1

બહીર શાહ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાને આદર્શ માને છે. તેનું માનવું છે કે અમલા ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ શાંત દિમાગ રાખીને રમે છે.

2

અફઘાનિસ્તાનના બહીર શાહે 1000 રન 121.77ની સરેરાશથી પૂરા કર્યા છે. જ્યારે ડોન બ્રેડમેને 95.14, ભારતના વિજય મર્ચેન્ટે 71.67 અને વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલીએ 69.86 રનની સરેરાશથી ફર્સ્ટ ક્લાસ મેચમાં 1000 રન પૂરા કર્યા હતા.

3

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બ્રેડમેનની સરેરાશ 99.94 રનની છે. અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન બહીર શાહે હાલ બ્રેડમેનને બીજા નંબર પર ધકેલી દીધા છે. શાહની સરેરાશ 121.77 રનની છે.

4

પ્રથમ મેચમાં સૌથી વધારે રન બનાવવાના મામલે બહીર બીજા નંબર પર છે. તેણે ત્રીજી જ ઈનિંગમાં ત્રેવડી સદી ફટકારી હતી. સૌથી નાની ઉંમરમાં ત્રેવડી સદી ફટકારવાના મામલે પાકિસ્તાનનો જાવેદ મિયાંદાદ પ્રથમ નંબરે છે.

5

ન્યૂઝીલેન્ડમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપ માટે તેનો અફઘાનિસ્તાનની ટીમમાં સમાવેશ કરાયો છે. 18 વર્ષીય શાહે તેની પ્રથમ મેચમાં જ 256 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. જે બાદ પણ તે સતત રન બનાવી રહ્યો છે. તેણે છેલ્લી છ ઈનિંગમાં 831 રન નોંધાવ્યા છે, જે એક રેકોર્ડ છે.

6

બહીર શાહ અત્યાર સુધીમાં 121.77ની સરેરાશથી 1000થી વધારે રન બનાવી ચુક્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેના દરેક પ્રદર્શન પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહે છે.

7

ક્રિકેટ વર્લ્ડમાં જ્યારે બેટિંગ એવરેજની વાત કરવામાં આવે ત્યારે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનનું નામ જ સૌથી પહેલા દિમાગમાં આવે. જેનું કારણ ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમની 100 રનની નજીકની બેટિંગ સરેરાશ છે. જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. કોઈપણ બેટ્સમેનની બેટિંગમાં આટલી સરેરાશ જોવા મળી નથી. જોકે હવે અફઘાનિસ્તાનના એક યુવા બેટ્સમેને તેના રેકોર્ડને પડકાર આપ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ક્રિકેટરની એવરેજ છે 121 રનની, ડોન બ્રેડમેનને રાખ્યા પાછળ, સચિન-વિરાટ નથી ક્યાંય આસપાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.