ગુવાહાટીઃ બીજી ટી-20 મેચ બાદ ઓસ્ટ્રેલિયાન ટીમની બસ પર પથ્થરથી હુમલો
તસવીરો ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન એરન ફિંચે ટ્વીટ કરી છે. ટ્વીટની સાથે એરોન ફિંચે લખ્યું છે, હોટલ જતા સમયે રસ્તામાં ટીમની બસના કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યા. આ ખૂબ જ ડરામણું હતું. તમને જણાવીએ કે, ગઈકાલે રમાયેલ બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુવાહાટીઃ ગુવાહાટીમાં મેચ બાદ સ્ટેડિયમથી હોટલ પરત ફરી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમની બસ પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. ગુવાહાટીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી ટી-20 મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડી હોટલ પરત ફરી રહ્યા હતા. ત્યારે પથ્થરથી બસ પર હુમલો થયો જેના કારણે બસના કાચ તૂટી ગયા હતા.
ગુવાહાટીમં સાત વર્ષ બાદ કોઈ મેચ રમાઈ હતી. આ પહેલા વર્ષ 2000માં મેચ રમાઈ હતી. સાત વર્ષ બાદ થયેલ મેચમાં ટીમ ઇન્ડિયાના ફેન્સ ખૂબ જ નારાજ હતા. આ જ નારાઝ ફેન્સમાંથી કોઈએ ઓસ્ટ્રેલિયાની ટીમની બસ પર હુમલો કર્યો હતો.
એરોન ફિંચના ટ્વીટને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન ડેવિન વોર્નરે રી ટ્વીટ કર્યું. હાલમાં આ સમગ્ર ઘટનાની ટીમ ઇન્ડિયા, બીસીસીઆઈ, અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -