રોહિત શર્મા વન ડે રેન્કિંગમાં બીજા નંબર પર, ટોપ 5માં ત્રણ ભારતીય બેટ્સમેન, જાણો વિગત
એશિયા કપમાં ન રમ્યો હોવા છતાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી 884 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને સાતમી વખત એશિયા કપ વિજેતા બનાવવામાં બંને ઓપનર્સ શિખર ધવન અને કેપ્ટન રોહિત શર્માનો મહત્વનો ફાળો હતો. એશિયા કપમાં આ બંનેએ શાનદાર બેટિંગ કરી હોવા છતાં તેમનો વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ એશિયા કપના પ્રદર્શનના કારણે બંનેના ICC વનડે રેન્કિંગમાં સુધારો થયો છે.
રોહિત શર્માની સાથે શિખર ધવનના રેન્કિંગમાં પણ 4 ક્રમનો સુધારો થયો છે. એશિયા કપ પહેલા ધવન 9માં નંબર પર હતો, જે નવા રેન્કિંગ મુજબ પાંચમાં નંબર પર આવી ગયો છે. શિખર ધવને એશિયા કપની 5 ઈનિંગમાં બે સદીની મદદથી 342 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ એશિયા કપની 5 મેચમાં 105.66ની સરેરાશથી 317 રન ફટકાર્યા હતા. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થતો હતો. રોહિત શર્માના આ પ્રદર્શનની અસર આઈસીસી વન ડે રેન્કિંગમાં પણ જોવા મળી. રોહિત શર્મા 842 પોઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. એશિયા કપ પહેલા તે ચોથા નંબર પર હતો.
એશિયા કપની છ મેચમાં 10 વિકેટ ઝડપનારો સ્પિનર કુલદીપ યાદવ 700 પોઈન્ટ સાથે વન ડે કરિયરના સર્વશ્રેષ્ઠ ક્રમાંક 3 પર પહોંચી ગયો છે. બુમરાહે બોલર્સન યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -