ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત બાદ કોહલી થયો ભાવુક, જાણો શું કહ્યું
ભારતીય કેપ્ટને કહ્યું કે, આ મારા કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જ્યારે 2011માં અમે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું ટીમનો સૌથી યુવા ખેલાડી હતો. મેં ત્યાં બધાને ભાવુક થતાં જોયા હતા. મને ત્યારે તેવી લાગણી થઈ નહોતી. પરંતુ અહીંયા ત્રણ વખત આવ્યા બાદ હું કહી શકું છું કે આ સીરિઝ જીતવી મારા માટે કંઈક અલગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ એમ પણ કહ્યું કે, મારા માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ છે. કારણકે મેં જોયું છે કે અહીંયા જીતવા કેટલું મુશ્કેલ છે. અમે ઉપખંડની બહાર સીરિઝ જીતવા માંગતા હતા. આ શ્રેણી જીત મારા ટેસ્ટ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની શ્રેણી 2-1થી જીતીને ઈતિહાસ રચી દીધો છે. જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી ભાવુક થયો હતો અને શ્રેણી જીતનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો હતો. કોહલીએ કહ્યું કે, આ ટીમની કેપ્ટનશિપ કરતા હું ગર્વ અનુભવું છું અને ખુદને નસીબદાર માનું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -