આ પાંચ ખેલાડીઓના દમ પર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 72 વર્ષના ઇતિહાસને બદલી નાંખ્યો, જાણો વિગતે
છેલ્લે ભારતીય ટીમે વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની કેપ્ટનશીપમાં કાંગારુઓને તેમની જ ધરતી પર 4-0થી હરાવ્યા હતા, હવે 72 વર્ષ બાદ 2018-19માં વિરાટ સેનાએ 2-1થી ફરી હરાવ્યા છે. જેને આજે 72 વર્ષનો સમય થઇ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીઃ- વિરાટે કેપ્ટન તરીકે અનોખી સિદ્ધી મેળવી, 72 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરીઝની જીત સાથે ભેટ આપી. કોહલીએ અદભૂત કેપ્ટનશીપ કરી. વિરાટે સીરીઝમાં એક સદી અને એક અડધી સદી સાથે 40.28ની એવરેજથી 282 રન બનાવ્યા હતા.
ચેતેશ્વર પુજારાઃ- ટીમ ઇન્ડિયાનો બેટ્સમેન પુજારા સીરીઝમાં જબરદસ્ત રીતે ચમક્યો, આને 74.42ની એવરેજથી 521 રન બનાવ્યા, જેમાં 3 સદી પણ સામેલ છે. પુજારાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝથી સન્માનિત કરવામાં પણ આવ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ આજે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વર્ષો જુની હારની પરંપરાને તોડી નાંખી છે, ભારતે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી ઓસ્ટ્રેલિયાને હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પોતાના નામે કરી લીધી. ટેસ્ટ સીરીઝ જીતવામાં ટીમ ઇન્ડિયામાં પાંચ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ શમીઃ- શમીએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ, જુના બૉલથી બૉલિંગ કરતાં શમીએ 16 વિકેટો ઝડપી હતી. સીરીઝમાં ત્રીજા નંબરનો બૉલર પણ રહ્યો હતો.
જસપ્રીત બુમરાહઃ- બુમરાહે સીરીઝમાં જબરદસ્ત બૉલિંગનું પ્રદર્શન કરતાં 17ની એવરેજથી 4 ટેસ્ટમાં 21 વિકેટો ઝડપી હતી. બુમરાહે એકવાર પાંચ વિકેટ પણ ઝડપી હતી.
રીષભ પંતઃ- બેટિંગ અને વિકેટકીપિંગ પર સવાલ ઉઠ્યા છતાં પંતે ઉલ્લેખનીય પર્ફોર્મન્સ બતાવ્યુ. પંતે સીરીઝમાં 58.33ની એવરેજથી 350 રન બનાવ્યા હતા, સાથે 20 કેચ પણ ઝડપ્યા, સીડની ટેસ્ટમાં સદી પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -