લોકડાઉન વધવાની સાથે IPL સીઝન 13નું સપનું રોળાયું ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Apr 2020 01:58 PM (IST)
આ પહેલા બીસીસીઆઈએ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લગીને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી.
નવી દિલ્હીઃ કોરના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 13ની આશા પણ ખતમ થઈ ચુકી છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, આઈપીએલને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવે છે. આ પહેલા 15 એપ્રિલ સુધી આઈપીએલને રદ્દ કરી દેવામાં આવી હતી પરંતુ આજે પીએમના સંદેશ બાદ આઈપીએલને રદ્દ કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આવતીકાલે સત્તાવાર અપડેટ આપશે. આ પહેલા બીસીસીઆઈએ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લગીને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, અમે એક જવાબદાર સંસ્થા છીએ અને પહેલા દેશ ઉભો થઈ જાય તેમ ઈચ્છીએ છીએ. જે બાદ અમે ક્રિકેટ અને આઈપીએલ અંગે વાત કરીશું. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન સહિતની તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ બંધ કરી દેવામાં આવી છે.