નવી દિલ્હીઃ દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે એક વીડિયો બનાવ્યો છે, જે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇરફાન પઠાણે એક્ટર નાના પાટેકરની હુબહુ નકલ કરી છે.

ઇરફાન પઠાણ અવારનવાર પોતાના ટિકટૉક વીડિયોથી ફેન્સનુ દિલ જીતતો રહે છે. આ વીડિયોમાં ઇરફાન પઠાણ પોતાના ઘરના ગાર્ડનમાં ખુરશી પર બેસ્યો છે, અને એક્ટર નાના પાટેકરના અવાજમાં ડાયલૉગ બોલતો દેખાઇ રહ્યો છે.



વીડિયોમાં ઇરફાન પઠાણ નાના પાટેકર ફિલ્મ વેલકમના ઉદય શેટ્ટીના અંદાજમાં એક્ટિંગ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.


ઇરફાન પઠાણના આ ટિકટૉક વીડિયોને અત્યાર સુધી 1.9 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે 2 લાખથી વધુ લાઇક્સ અને હજારોની સંખ્યામાં કૉમેન્ટ આવી છે. હાલ ક્રિકેટની દુનિયાથી ઇરફાન પઠાણ દુર છે અને સોશ્યલ મીડિયામાં એક્ટિવ છે.