રવિવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી. મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા લગભગ 1 લાખ 10 હજાર જેટલી છે. જ્યારે પહેલા 49 હજાર દર્શક ક્ષમતા હતી. આ સ્ટેડિયમને વર્ષ 1982માં બનાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ સરદાર પટેલ સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શક ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે.
આઈસીસીએ મોટેરા સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, અંદાજે 1,10,000 ક્ષમતા ધરાવતું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ રહી તેની આ લેટેસ્ટ તસવીર’.
માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમ 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, 76 કોર્પોરેટ બોક્સ, ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઈન્ડોર એકેડમી અને ઈન્ડોર લગભગ 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરવામાં આવી શકે એવું પાર્કિંગ ક્ષમતાની સુવિધા ઉબી કરવામાં આવશે. આ સ્ટેડિયમનું નિર્માણ ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા છે.