નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલે નવા વર્ષે યૂઝર્સને ફાયદો થાય એવી એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર અતંર્ગત યૂઝર્સને 279 રૂપિયાના પ્લાનની સાથે ચાર લાખ રૂપિયાનો જીવન વીમો મળશે. ઉપરાંત કંપની યૂઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા પણ આપશે. નોંધનીય છે કે, કંપની ટેરિફ હાઈક પહેલા પણ 249 અને 599 રૂપિયાના પ્લાનની સાથે જીવન વીમાની સુવિધા આપતી હતી. થોડા દિવસ પહેલા એરટેલે 279ની સાથે 379 રૂપિયાવાળું પેક બજારમાં ઉતાર્યું હતું, જેનું લોકોએ ખૂબ રિચાર્જ કરાવ્યું હતું. આ બન્ને પ્લાન્સથી વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિઓ જેવી કંપનીઓને ટક્કર આપી રહ્યા છે.


279 પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા અને 100 SMS ની સુવિધા આપશે. સાથે જ વપરાશકર્તાને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉંલિંગ સેવાનો લાભ પણ મળશે. ઉપરાંત  Airtel વપરાશકર્તાને 4 લાખ રૂપીયાનો જીવન વીમો (HDFC LIFE)મળશે. ઉપરાંત વિંક મ્યુઝિક સાથે અને એરટેલ એક્સ્ટ્રીમ પર સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની હશે.

379 પ્લાનમાં Airtel વપરાશકર્તાને 6 GB ડેટા એને 900 SMS ની સુવિધા આપશે. સાથે જ વપરાશકર્તા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ કરી શકશે. તદઉપરાંત કંપની વપરાશકર્તાને વિંક મ્યુઝિક અને એરટેલ એક્સ્ટ્રીમ પર ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાનની સમય મર્યાદા 84 દિવસથી રહેશે.

રીલાયન્સ જીયોના 199 રૂપીયાના પ્લાનને Airtelના રિચાર્જ પેકથી સારી ટક્કર મળશે. જો ઓફર્સની વાત કરીએ તો, આ પ્લાનમાં 1.5 GB ડેટા પણ મળશે. સાથે જ વપરાશકર્તા જીયો to જીયો નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ પણ કરી શકશે, પરંતુ તેમને અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે IUC ચાર્જ ચૂકવવો પડશે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસની રહેશે.