કોણ-કોણ છે નતાશાના પરિવારમાં ?
નતાશાએ મોડલ તરીકે ભારતમાં અનેક વિજ્ઞાપનોમાં કામ કર્યું છે. તેણે જોનસન એન્ડ જોનસન સહિત અનેક બ્રાંડ્સની એડમાં કામ કર્યું છે. તેના પરિવારમાં પિતા ગોરાન સ્ટાનોવિક, માતા રેડમિલા સ્ટાનોવિક અને ભાઈ નેના સ્ટાનોવિક છે. પ્રકાશ ઝાની 2013માં આવેલી ફિલ્મ સત્યાગ્રહથી નતાશાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે આઈટમ નંબર અઈયો જી અટરિયામાં અજય દેવગન સાથે ડાન્સ કર્યો હતો.
નતાશાએ 3 વર્ષની વયથી ડાન્સ શીખવાનું કર્યુ શરૂ
નતાશાએ બોલિવૂડ રેપર બાદશાહના ગીત ડીજે વાલે બાબૂમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત રણવીર સિંહ સાથે ડ્યૂરેક્સની જાહેરાતમાં જોવા મળી હતી. નતાશાએ 3 વર્ષની વયે જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણે મોર્ડન બેલે ડાન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને 17 વર્ષ સુધી ડાન્સ શીખ્યો છે. 2010માં તેણ મિસ સ્પોર્ટ્સ ઓફ સર્બિઆનો ખિતાબ જીત્યો હતો.
હાર્દિક અને નતાશાના રહી ચુક્યા છે અફેયર
હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરતા પહેલા નતાશા સ્ટાનોવિક સીરિયલ યે હૈ મોહબ્બતેના એક્ટર અલી ગોની સાથે રિલેશનમાં હતી. બ્રેકઅપ બાદ અલી અને નતાશા નચ બલિયે-9માં સાથે નજરે પડ્યા હતા. હાર્દિક પંડ્યાનું પણ નતાશા પહેલા અનેક એક્ટ્રેસ સાથે નામ જોડાઈ ચુક્યું છે. એલી એવરામ, ઉર્વશી રૌતેલા અને મોડલ લીશા શર્મા સાથે અફેર રહી ચુક્યું છે. આ ઉપરાંત પરિણીતિ ચોપડા, શિબાની દાંડેકર, ઈશા ગુપ્તા સાથે પણ નામ જોડાઈ ચુક્યુ છે.
નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા
મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો
સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ