ભારત અને પાકિસ્તાન રોમાંચક મેચમાં ક્યાં-ક્યાં રેકોર્ડ બન્યા, જાણો વિગત
ભારતના બન્ને ઓપનર બેટ્સમેનોએ વન-ડેમાં સાત વખત સદી ફટકારી છે. રોહિત-ધવને પ્રથમ વખત આવું કર્યું છે. આ પહેલાં શ્રીલંકા વિરૂદ્ધ 2 વખત અને દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ એક-એક વખત ભારતના બન્ને ઓપનર બેટ્સમેન સદી ફટકારી ચુક્યા છે.
ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સતત બે મેચમાં 2 સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 126 બોલ બાકી રહેતા મુકાબલો જીતી લીધો હતો. બોલના હિસાબથી આ સૌથી મોટી જીત હાંસિલ કરી હતી.
રોહિત શર્મા અને શિખર ધવને વન-ડેમાં 13મી વખત સદીની ભાગીદારી કરી છે. બન્નેએ સેહવાગ અને સચિનની 12 સદીની ભાગીદારીના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. વન-ડેમાં સૌથી વધુ 21 સદીની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને સૌરવ ગાંગુલીના નામે છે.
પાકિસ્તાન વિરૂદ્ધ આ કોઈ પણ વિકેટ માટે ભારતની બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધૂએ શારજાહમાં 1996માં બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી કરી હતી.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી હતી. બન્નેએ 210 રનની ભાગીદારી કરી હતી. આ પહેલાં પાકિસ્તાન વિરૂદ્ધ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ પ્રથમ વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી છે.
દુબઈ: ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 237 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 238 રન બનાવી મેચને જીતી લીધી હતી. વિકેટના હિસાબથી ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ આ સૌથી મોટી જીત છે. આ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ ભારત 6 વખત આઠ વિકેટથી જીતી ચુક્યું છે.