ભારતના ક્યા બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ડબલ સેન્ચૂરી ફટકારવાનો કર્યો હુંકાર?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આગામી 26 ડિસેમ્બરે શરૂ થનારી મેલબોર્ન બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા ભારતીય ઉપકેપ્ટન રહાણેએ મોટો હૂંકાર કર્યો છે. રહાણેએ કહ્યું કે હું મેલબોર્ન ટેસ્ટમાં સદી કે ડબલ સદી ફટકારી, કેમકે હું હાલમાં ખુબ સારી લયમાં રમી રહ્યો છું.
નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં 1-1થી બરાબરી પર છે, બૉક્સિંગ ડે મેચ બન્ને માટે જીતવી જરૂરી છે. રહાણેએ કહ્યું કે, મારી બેટિંગથી ટીમને ખાસ્સો ફાયદો થશે.
ઓસ્ટ્રેલિયા સામે 30 વર્ષીય રહાણેએ બે ટેસ્ટમાં કુલ 164 રન બનાવ્યા છે, તેનું કહેવુ છે કે હું અત્યારે ખુબ સારી લયમાં છુ અને પરિસ્થિતિને સમજી રહ્યો છું. હું આગમી ત્રીજી ટેસ્ટમાં આક્રમકતાથી બેટિંગ કરીશ, મને વિશ્વાસ છે કે આ માનસિકતાથી હું ડબલ સદી ફટકારી શકીશ. જોકે, રહાણેએ છેલ્લી સદી શ્રીલંકા વિરુદ્ધ કોલંબો ટેસ્ટમાં ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -