અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં કોહલીની જગ્યાએ આ ખેલાડી સંભાળશે ટીમ ઈન્ડિયાનું સુકાન, જાણો વિગત
અજિંક્ય રહાણે માટે ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો આ બીજો મોકો હશે. આ પહેલા ગત વર્ષે વિરાટ કોહલીના ખભામાં ઈજાના કારણે તેણે ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા સામે ન માત્ર ટેસ્ટ જીતી હતી પરંતુ પાંચ વર્ષ બાદ ગાવસ્કર-બોર્ડર ટ્રોફી પર પણ કબજો જમાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે 8 મેના રોજ ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જૂનમાં ઇંગ્લેન્ડમાં સરે વતી કાઉન્ટી ક્રિકેટ રમવા જશે. જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ નહીં રમી શકે.
અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ ટીમમાં નહીં હોય. આ સ્થિતિમાં ટીમમાં રોહિત શર્મા, દિનેશ કાર્તિકનો સમાવેશ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ટીમની કમાન અજિંક્ય રહાણે સંભાળશે. અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે એક માત્ર ટેસ્ટ મેચ રમવા અહીં આવી રહી છે. આ ટેસ્ટ મેચ 14 જૂનથી બેંગલુરુમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -