Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
વિદેશમાં રહાણેનો ટેસ્ટ રેકોર્ડ સારો હોવા છતાં પ્રથમ બે મેચમાં પ્લેઇંગ-11માં બહાર રાખવાના કેપ્ટન-કોચના નિર્ણયની અનેક નિષ્ણાતો ટીકા કરી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ આફ્રિકા ક્યારેય ભારતનો વ્હાઇટ વોશ કરી શક્યું નથી. આ વખતે યજમાન ટીમ આ રેકોર્ડ કરવા કોઈ કસર છોડવા માંગતી ન હોવાથી તેઓ ત્રીજી ટેસ્ટમાં પણ ગ્રીન ટોપ વિકેટ બનાવે તેવી શક્યતા છે.
સાઉથ આફ્રિકાના બોલર કાગિસો રબાડાએ ત્રીજી ટેસ્ટમાં પણ ભારતને રાહતનો શ્વાસ નહીં લેવા દઈએ તેમ જણાવ્યું છે. 3 મેચની શ્રેણીની પ્રથમ અને બીજી ટેસ્ટ જીતીને સાઉથ આફ્રિકા સીરિઝ જીતી ચૂક્યું છે.
પ્રથમ બે ટેસ્ટ મેચ દરમિયાન વિદેશી પીચો પર ભારતીય બેટ્સમેનોની શરણાગતિ બાદ રહાણેને કેમ સામેલ નથી કરવામાં આવતો તે લઈ પ્રશ્નો ઉભા થયા હતા. કોહલીને પણ આ અંગે પ્રશ્ન કરવામાં આવતા તે ભડ્કયો હતો.
ત્રીજી ટેસ્ટ પહેલા યોજાયેલા પ્રેક્ટિસ સેશનમાં રહાણેએ કોહલી અને હાર્દિક પંડ્યા સાથે બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. જેના કારણે તેનો મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે.
ભારતીય ક્રિકેટ ટીમે 24 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં અજિંક્ય રહાણેના સમાવેશનો સંકેત આપ્યો છે. પ્રથમ બે ટેસ્ટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માના ફોર્મને ધ્યાનમાં રાખી તેને મોકો આપ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -