નવી દિલ્હીઃ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 22મીથી ટેસ્ટ સીરીઝની શરૂઆત કરશે. કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં કેટલાક ફેરફારી કરી શકે છે, જેમાં રોહિત શર્માને પ્રથમ ટેસ્ટ મેચમાંથી પડતો મુકાઇ શકાય છે. રિપોર્ટ પ્રમાણે રોહિતની જગ્યાએ અંજિક્યે રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની રણનીતિ 5 સ્પેશ્યાલિસ્ટ બૉલરો સાથે ઉતરવાની છે. આવા સમયે ટીમમાં રોહિત અને રહાણે બન્નેમાંથી એકનુ પત્તુ કપાઇ શકે છે. જો આ રણનીતિ પ્લેઇંગ ઇલેવનમાં લાગુ થશે તે રોહિતની જગ્યાએ વિરાટ રહાણેને ટીમમાં સામેલ કરી શકે છે.



રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયામાં પુજારા અને કોહલી ત્રીજા અને ચોથા નંબર માટે મજબૂત બેટ્સમેન છે, પણ સમસ્યા તે પછી શરૂ થાય છે, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છઠ્ઠા નંબર પર ઉતરી શકે છે અને હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ટીમમાં સાતમા નંબર પર આવશે. આવામાં કોહલી અને શાસ્ત્રીએ માટે રોહિત અને રહાણેમાંથી કોઇ એકનું સિલેક્શન કરવુ પડશે.