પોતાની છેલ્લી ટેસ્ટમાં કૂકે રચી દીધો ઇતિહાસ, કર્યું એવુ કારનામુ જે સચિન-બ્રેડમેન પણ ના હતા કરી શક્યા
ભારત સમે 2006માં નાગપુર ટેસ્ટથી ડેબ્યૂ કરનારા કૂકે ત્યારે 106 રનની ઇનિંગ રમી હતી, હવે વિદાય મેચમાં પણ શતક ઠોકનારો તે ઇંગ્લેન્ડનો પહેલો ક્રિકેટર અને દુનિયાનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રિગી ડૂફ, બિલ પોન્સફોર્ડ, ગ્રેગ ચેપલ અને ભારતના મોહમ્મદ અઝરુદ્દીન આ કમાલ કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટના મહાન બેટ્સમેન બ્રેડમેન 1948માં પોતાની અંતિમ ટેસ્ટ ઇનિંગ દરમિયાન ઓવલ જે મેદાન પર ક્લિન બૉલ્ડ થયા હતા, કૂકે તે જ મેદાન પર પોતાની અંતિમ ટેસ્ટની છેલ્લી ઇનિંગમાં સદી ફટકારી દીધી. વળી સચિનને તો વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ તેની છેલ્લી ટેસ્ટમાં બેટિંગ કરવાનો મોકો જ ન હતો મળ્યો, જોકે, સચિને પહેલી ઇનિંગમાં 74 રનની ઇનિંગ રમી હતી પણ સદીથી ચૂક્યો હતો.
ચોથા દિવસની રમત દરમિયાન 286 બૉલમાં 14 ચોગ્ગાની મદદથી 147 રન ફટકારીને જ્યારે એલિસ્ટર કૂક ભારતીય વિકટકીપર ઋષભ પંતના હાથે ઝીલાયો ત્યારે આખુ સ્ટેડિયમ તેને સલામી આપવા માટે ઉભુ થઇ ગયું હતું. પહેલી અને છેલ્લી ટેસ્ટમાં સચિન અને બ્રેડમેન જોવા બેટ્સમેનોના નામે પણ નથી નોંધાયો.
પોતાની કેરિયરની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઇંગ્લિશ બેટ્સમેન કૂકે વિદાય મેચમાં એક અનોખો ઇતિહાસ રચી દીધો છે. તેને એવું કારનામું કરી બતાવ્યું છે જે સચિન-બ્રેડમેન જેવા મહાન બેટ્સમેનો પણ નથી કરી શક્યા.
નવી દિલ્હીઃ ઇંગ્લન્ડમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સીરીઝની હાલ છેલ્લી અને અંતિમ મેચ રમાઇ રહી છે, સાથે સાથે ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન કૂકની પણ અંતિમ ટેસ્ટ છે. હવે કૂક ક્યારેય ટેસ્ટ ક્રિકેટના મેદાન પર જોવા નહીં મળે. આ સીરીઝ ભારતની હાર કરતાં પણ કૂકની વિદાય માટે વધારે યાદ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -