ઈંગ્લેન્ડના આ દિગ્ગજ બેટ્સમેને ભારત સામે કર્યું હતું ટેસ્ટ ડેબ્યૂ, ભારત સામે જ રમશે અંતિમ ટેસ્ટ, જાણો વિગત
કૂકે ભારત સામેની 4 ટેસ્ટની 8 ઇનિંગમાં 14ની સરેરાશથી માત્ર 109 રન જ કર્યા છે. તે સીરિઝમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી અને તેનો સર્વાધિક સ્કોર માત્ર 29 રન જ રહ્યો છે. કૂકની નિષ્ફળતા બાદ તેના કરિયર પર સવાલ ઉભા થવા લાગ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૂકે તેના નિવેદનમાં કહ્યું કે, મેં મારી ક્ષમતા અને અપેક્ષાથી વધારે ઉપલબ્ધિ હાંસલ કરી છે. અનેક દિગ્ગજો સાથે લાંબા સમય સુધી રમવાનો અવસર મળવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું. છેલ્લા થોડા મહિનાથી ઘણો વિચાર કર્યા બાદ મેં ભારત સામે ટેસ્ટ સીરિઝ પછી સંન્યાસની જાહેરાત કરવાનો ફેંસલો કર્યો છે.
કૂક વર્તમાન સમયમાં સૌથી વધારે રન બનાવનારો ટેસ્ટ ખેલાડી છે. કૂક ટેસ્ટમાં 12,179 રન નોંધાવી ચુક્યો છે અને હાલ તેની ઉંમર 33 વર્ષ જ છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તે સચિન તેંડુલકરના 15,921 ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે છે. જોકે હવે કૂકે નિવૃત્તિની જાહેરાત કરતા હાલ આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ લાગી રહ્યો છે.
કૂક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ એસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ રમતો રહેશે. કૂકે 21 વર્ષની વયે 2006માં ભારત સામે જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 160 ટેસ્ટમાં 32 સદી અને 56 અડધી સદી વડે 12,254 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્સમેન તેના ટેસ્ટ રન અને સદી નજીક પહોંચી શક્યો નથી.
ઈએસપીએનના રિપોર્ટ મુજબ કૂક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવનારો છઠ્ઠો બેટ્સમેન છે. વર્તમાન સીરિઝમાં કૂક ભારતીય બોલરો સામે રમવામાં મુશ્કેલી અનુભવતો હતો. તેના કંગાળ ફોર્મના કારણે ટીકાકારોના નિશાન પર પણ હતો.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો ફેંસલો કર્યો છે. ભારત સામે 7 સપ્ટેમ્બરથી ઓવલમાં શરૂ થતી મેચ કૂકની અંતિમ મેચ હશે. કૂક ઈંગ્લેન્ડ વતીથી અત્યાર સુધીમાં 160 ટેસ્ટ મેચ રમ્યો છે અને 12,254 રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટ તેની કારકિર્દીની 161મી અને અંતિમ ટેસ્ટ મેચ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -