નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કૈરીએ એવો કેચ પકડ્યો જે જોઈને ફેન્સ વાહ વાહ કરવા લાગ્યા. કેટલાક લોકો તો કેરીની તુલના સુપરમેન સાથે કરવા લાગ્યા છે. આ કેચ એવો હતો કે જાણે કેરી હવામાં ઉડી રહ્યો હોય તેવું લાગતું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના એક ઘરેલુ મેચમાં કેરીએ આ કેચ પકડ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં શેફીલ્ડ શીલ્ટ ટુર્નામેન્ટમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ વચ્ચે મેચ હતી. ક્વિન્સલેન્ડના ઓપનર મેચ રેન્શોએ લેગ સાઈડમાં ફ્લિક કરીને બોલને બાઉન્ડ્રી બહાર મારવાનો પ્રયત્ન કર્યો પણ ત્યારે જ વિકેટકીપર કેરીએ એક હાથથી શાનદાર કેચ પકડ્યો હતો. રેન્શોની આશા પર પાણી ફરી ગયું અને તે આઉટ થઈ ગયો. આ કેરીનો એક શાનદાર કેચ હતો. અમુક સેકન્ડ માટે તો એવું લાગ્યું કે, જાણે તે હવામાં ઉડી રહ્યો છે.


આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કેટલાય ફેન્સ હવે કહી રહ્યા છે કે, વિકેટકીપિંગના મામલામાં ટેસ્ટ ક્રિકેટમાં કેરીને આગળ વધવું જોઈએ. હજુ સુધી આ જવાબદારી કેપ્ટન ટિમ પેન સંભાળી રહ્યો હતો. કેરી અનેકવાર ઓસ્ટ્રેલિયા માટે કારગાર સાબિત થયો છ. વર્લ્ડ કપમાં પણ તેણે 10 મેચોમાં 375 રન બનાવ્ય હતા.