નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે તેમને 15 દિવસમાં સરેન્ડર થવાનો સમય આપ્યો છે. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે.

2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોવ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. શમીના તલાકનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



જો શમી અને તેનો ભાઈ 15 દિવસમાં સરેન્ડર ન કરે તો તેમની ધરપકડ કરવા કોર્ટે કોલકાતા પોલીસને આદેશ આપ્યો છે.


કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત

મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો

‘ઢબુડી મા’એ અમદાવાદના બંગલાનો ભાડા કરાર કોના નામે કરાવ્યો હતો ? જાણો વિગતે