નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. અંબાતી રાયડુએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, રાયડુને પુરેપુરો વિશ્વાસ હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન મળશે, પણ કમનસીબે તેને સિલેક્શન કમિટીએ વર્લ્ડકપ ટીમમાં સામેલ ના કર્યો અને છેવટે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો છે.



ખાસ વાત એ છે કે, વર્લ્ડકપમાં બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયાં શિખર ધવન અને વિજય શંકર, છતાં ટીમ મેનેજમેન્ટે રાયડુને રિપ્લેસમેન્ટ ના કર્યો. કદાચ આ કારણે નિરાશ થયેલા રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.


ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે 15 સભ્યોની ટીમની પસંદગી કરતા વિજય શંકરને 3D પ્લેયર કહ્યો હતો. જે બાદમાં ટીમમાં ન પસંદગી પામવા પર અંબાતી રાયડૂએ જણાવ્યું હતું કે હવે મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માનો ઓર્ડર આપી દીધો છે. કદાચ પસંદગીકારોએ આવા નિવેદનથી નારાજ થઈને બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા છતાં ટીમમાં અંબાતી રાયડૂની પસંદગી કરી ન હતી.

Bengaluru: India A batsman Ambati Rayudu plays a shot enroute to his unbeaten 62 runs against Australia A during the first match of quadrangular series at Chinnaswamy Stadium, in Bengaluru on Thursday, Aug 23, 2018. (PTI Photo/Shailendra Bhojak) (PTI8_23_2018_000162B)

આ દરમિયાન આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે અંબાતી રાયડૂને પોતાના દેશની નાગરિકતા આપવાની ઓફર કરી છે. તેમની તરફથી લખવામાં આવ્યું છે કે, "અગ્રવાલ 72.33ની સરેરાશથી ક્રિકેટમાં ત્રણ જ વિકેટ છે. આ માટે અંબાતી રાયડૂ 3D ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે બે દસ્તાવેજ તૈયાર કર્યા છે, તેને વાંચવા માટે ફક્ત સાદા ચશ્માની જ જરૂર છે. અંબાતી અમારી સાથે જોડાઓ. અમને રાયડૂ સાથે જોડાયેલી વાતો પસંદ છે." એવામાં એવી શક્યતા છે કે આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડની ઓફર સ્વીકારવા માટે જ રાયડૂએ નિવૃત્તીનો નિર્ણય લીધો છે.