આ ભારતીય ક્રિકેટરે ફસ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, હવે માત્ર વન ડે અને ટી-20 મેચો જ રમશે, જાણો વિગત
રાયડુએ વર્ષ 2001-02માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે વડોદરા અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક સર્કિટમાં ચાર દિવસીય ક્રિકેટ રમી છે. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 97 મેચમાં 45.56ની એવરેજથી 6151 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 34 અડધી સદી ફટકારી છે. જોકે, રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. તે લિસ્ટ એ, આઇપીએલ અને ઇન્ટરનેશનલ વન-ડે અને ટી-20 રમતો રહેશે.
હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે વન-ડે ઇન્ટરનેશનલ અને સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. રાયડુએ આઇપીએલની 11મી સીઝનમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને કારણે રાયડુએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. તેને ઇગ્લેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપમાં ભારતના ચોથા નંબરના બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં તેણે એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન ફટકાર્યા હતા ત્યારબાદ કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરી હતી.
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ વન-ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપવા માટે શનિવારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. 33 વર્ષીય અંબાતી રાયડુ ટીમ ઇન્ડિયાનો મહત્વનો સભ્ય બની ગયો છે પરંતુ તેને ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી તક મળી નથી. હૈદરાબાદ ક્રિકેટ સંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદના કેપ્ટન અને ભારતીય વન-ડે ટીમના સભ્ય અંબાતી રાયડુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. જેમાં રણજી ટ્રોફી પણ સામેલ છે. રાયડુએ વન-ડે અને ટી-20 ક્રિકેટ પર ધ્યાન આપી શકે તે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.